ડેડીયાપાડા: યુવાનોને નશાની લત પર ચડાવીને રાતોરાત કરોડપતિ બનવાની ઉદ્યોગ જગતમાં હોડ લાગી છે ત્યારે આજરોજ ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાના આગેવાનીમાં ભરૂચ કલેકટર શ્રી મારફતે માન રાષ્ટ્રપતિજીને અંકલેશ્વરમાં પકડાયેલ 5000 કરોડના ડ્રગ્સ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ અંકલેશ્વરમાં પકડાયેલ 5000 કરોડના ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકાર અને ભાજપના ગૃહમંત્રી સદંતર નિષ્ફળ રહ્યા છે. જો દિલ્હીની પોલીસ ગુજરાત આવીને 5,000 કરોડનું ડ્રગ્સ પકડે છે તો ગુજરાતની પોલીસ શું ધ્યાન આપી રહી છે? એશિયાની સૌથી મોટી GIDC માં જ્યાં હજારો લાખો લોકો કામ કરે છે અને રહે છે ત્યાં, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું ધ્યાન આપી રહ્યું છે? યુવાનોને નશાની લત પર ચડાવીને રાતોરાત કરોડપતિ બનવાની ઉદ્યોગ જગતમાં હોડ લાગી છે અને યુવાનોને ના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.

ત્યારે, તાત્કાલિક ધોરણે જીપીસીબી પોલીસને સાથે રાખીને તમામ ફાર્મા કંપનીઓની તપાસ કરાવવા માટે અને ભરૂચ જિલ્લા ની અંકલેશ્વર, પાનોલી,દહેજ, ઝઘડીયા, સાયખા GIDCમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ચાલતા ડ્રગ્સ ના કાળા કારોબાર બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here