ધરમપુર: લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, કાકા-બા હોસ્પિટલ, હાંસોટ, રોટરી કલબ સુરત-તાપી તેમજ રોટરી આઇ હોસ્પિટલ નવસારી દ્વારા ધરમપુર તાલુકાના જાગીરી ખાતે હેમ આશ્રમનાં સહયોગથી આશ્રમ પરિસરમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, કાકા-બા હોસ્પિટલ, હાંસોટ, રોટરી કલબ સુરત-તાપી તેમજ રોટરી આઇ હોસ્પિટલ નવસારી દ્વારા ધરમપુર તાલુકાના જાગીરીમાં યોજાયેલા મેડીકલ કેમ્પમાં 458 દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાં મહત્વપૂર્ણ તબીબી સંભાળ અને જરૂરી સારવાર સંપૂર્ણપણે મફતમાં લોકોએ મેળવી હતી.
આ મેડિકલ કેમ્પમાં આવેલા જે દર્દીઓને ગંભીર જનરલ બીમારીમાં ઓપરેશનની જરૂર હોય તેવા લોકો માટે, કાકા-બા હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેઓને આંખના મોતિયાના ઓપરેશ કરવાના હોય તેઓને રોટરી આઇ હોસ્પિટલ નવસારી ખાતે લઇ જવામાં આવે છે.