આહવા: ‘વિકાસ સપ્તાહ’ ની આ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના આંબાપાડા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અનેરોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને, જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જિલ્લામા નિર્માણ પામનાર રસ્તા, પુલ, કોઝ વે/પુલ રિપેરીંગના કુલ રૂપિયા 108.35 કરોડના, કુલ 37 કામોનુ ખાતમુહૂર્ત કરાયુ છે ત્યારે લોકો આ કામો જમીન સ્તર પર અમલીકરણ થાય છે કે માત્ર કાગળ પર જ રહે છે તેનું ધ્યાન રાખવું જોઈએ.
જેમા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામા એમ.એમ.જી.વાય વર્ષ 2023-24 યોજના હેઠળ, રોડ રીસરફેસિંગની કામગીરી/સ્ટ્રકચર રિપેરિંગની કામગીરી/નવા પુલની કામગીરી જેવા 15 કામો માટે રૂપિયા 2520 લાખનો ખર્ચ, બજેટ ઉચ્ચક જોગવાઇ 2023-24 યોજના હેઠળ સ્ટ્રકચર રિપેરિંગ/નવા સ્ટ્રકચર રિપેરિંગ/રોડ રીસરફેસિંગની કામગીરીના કુલ 17 કામો માટે રૂપિયા 8020 લાખનો ખર્ચ, તેમજ માર્ગ મરામત રીસરફેસિંગની કામગીરીના કુલ 5 કામો માટે રૂપિયા ૨૯૫ લાખનો ખર્ચ મળી, કુલ 37 કામો માટે રૂપિયા 108.35 કરોડના કામોનુ ખાતમહૂર્ત કરવામા આવ્યુ હતુ.
ગુજરાત વિકાસ કરવો, એ અમારી જીદ નથી પણ આદત છે. મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું છે કે ગુજરાત વિકાસ કરવો, એ અમારી જીદ નથી પણ આદત છે. ડાંગ જિલ્લામા સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામા આવી રહ્યા છે. જે સરકારની લોકો પ્રત્યેની પ્રતિબ્ધતા દર્શાવે છે. સરકાર હમેશા આદિવાસીઓની પડખે રહી છે. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ હંમેશા છેવાડાના જિલ્લોઓના વિકાસકીય કામો માટે ચિંતા કરતા હોય છે. આવનાર ભવિષ્યમા હજી વધુ વિકાસકીય કામો કરવામા આવશે, તેમ પણ મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યું હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આજે આંબાપાડા ગામથી આહવા, વઘઇ અને સુબીર તાલુકામા રૂ. 108.35 કરોડના ખર્ચે થનાર કુલ 37 કામોનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ છે. આ ફક્ત ટ્રેલર છે. આવનાર સમયમા વધુ વિકાસકીય કામોનુ ખાતમુહર્ત કરવામા આવશે. તેમ તેમણે વધુમા કહ્યુ હતુ. આહવા અને વઘઇમા રૂ. 9 કરોડના ખર્ચે તૈયર થઇ રહેલ લાયબ્રેરી, આહવા ખાતે રૂ. 6 કરોડના ખર્ચે બની રહેલ આદિવાસી ભવન, ડાંગ જિલ્લા પંચાયતનુ રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ થનાર બિલ્ડીંગ, આર.ટી.ઓ ઓફિસ વિગેરનુ આવનાર સમયમા લોકાપર્ણ કરવામા આવશે. ડાંગ જિલ્લાના વિધ્યાર્થીઓને દુર સુધી ભણવા ન જવુ પડે તે માટે વઘઇમા સરકારી કોલેજ, આહવામા મેડીકલ કોલેજની ભેટ આપી છે. તેમજ જિલ્લાના લોકોને દુર ખેતર સુધી થાંભલાઓ લઇ જવા હવે કોઇ ચાર્જ નહી ચુકવવો પડે તેમ પણ શ્રી વિજયભાઇ પટેલે વધુમા જણાવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ચંદરભાઇ ગાવિત, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રી લાલભાઇ ગાવિત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ઉપપ્રમુખ શ્રીમતી સવિતાબેન, ચિચિનાગાવઠાના સરપંચ શ્રી સંકેતભાઇ બંગાળ, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, સહિત પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી આર.બી.ચૌધરી, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.પટેલ, સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
–