ઉમરગામ: ગતરોજ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે બહોળા પ્રમાણ ખેડૂતોએ ભાગ લઇ માહિતી મેળવી હતી.જે  મહિલા ખેડૂતો પણ સામેલ હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર તુષારભાઈ ગામીત દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનું અંતર અને બંનેના ફાયદા તેમજ નુકસાન વિશે સમજ આપવામાં આવી હતી.

વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની તાતી જરૂરીયાત હોવાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે સાથે તાલીમ બાદ તાલીમાર્થીઓએ બાબુભાઈ આહિરના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત પણ લેવામાં આવી હતી. જ્યાં પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here