ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લામાં ‘ઇકો સેન્સિટિવ ઝોન’ બાબતે લોકસંવાદ કાર્યક્રમ આહવા તાલુકાના જવતાળાં, આંજનકૂંડ, કોસબીયા, લિંગા, અને કામદ ગામમાં વાંસદા-ચીખલીનાં ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો..

ધારાસભ્ય અનંતભાઇએ જણાવ્યું કે સરકારશ્રી દ્વારા નીત નવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં લાવવામાં આવી રહ્યા છે જેમાં જે પ્રોજેક્ટો આદિવાસી અસ્મિતા,આદિવાસી અસ્તિત્વ માટે જોખમ રૂપ હશે જેનો મક્કમતાપૂર્વક સામનો કરવામાં આવશે. આદિવાસીઓનું જલ – જંગલ અને જમીન બચાવવા સૌ સંગઠિત થઈ,બંધારણીય અધિકાર મુજબ રૂઢિગત ગામ સભા બનાવી આદિવાસી હકક અને અધિકાર સુરક્ષિત કરી આદિવાસીયત બચાવવા સૌ આગળ આવે અને જન આંદોલનમાં જોડાવવા અપીલ કરી હતી.

રામદાસ ભાઈ, વિલાસભાઈ, હીરાલાલભાઈ અને યુવાનોએ લોકસંવાદનું સુંદર આયોજન કર્યું જેમાં ગામના આગેવાનો, મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો તેમજ પાટીલ ,કારભારી હાજર રહી સંવાદ કાર્યક્રમને દીપાવ્યો અને આગામી સમયમાં મોટા જન આંદોલન કરવા માટે હામી ભરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here