સેલવાસ: થોડા દિવસ પહેલા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેલવાસ કોર્ટમાં કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદી-અમિત શાહ-નિર્મલા સીતારમન-જગતા પ્રસાદ નડ્ડા-ઈડી તથા જાણતા-અજાણતા માણસો વિરૂધ્ધ એક પીટીશન દાખલ થઈ છે.
આ પીટીશન પ્રીવેનશન ઓફ કરપ્શન એક્ટ અને પ્રીવેનશન ઓફ મની લોડરીંગની ધારાઓ હેઠળ દાખલ કરાય છે. પીટીશન દાખલ થતા ઉપરના તમામ માણસોને નામદાર કોર્ટ નોટીસ મોકલી શકે છે. અને આ બાબતની તપાસનો હુકમ દા.ન.હ. પોલીસને આપી શકે છે. ત્યારબાદ કોર્ટને એવુ લાગે કે આ કેસમાં ભ્રષ્ટાચાર-મની લોડરીંગ થયુ હોવાનું ફલીત થાય તો નામદાર દા.ન.હ.ની કોર્ટ જે તે ધારાઓ લગાવીને ગુન્હો દાખલ કરાવી શકે છે.
આ બાબતે અગાઉ આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ તથા સામાજીક કાર્યકર્તા જીતેન્દ્ર વી. મારૂએ પત્ર દ્વારા ચીફ જસ્ટીસ ઓફ સુપ્રિમ કોર્ટને લેખિત પી.આઈ.એલ. કરેલ હતી. અને બીજી અન્યો સુપ્રિમ કોર્ટના કુસાઈન જજાેને જાણ કરેલ. રજીસ્ટાર ઓફ સુપ્રિમ કોર્ટને પણ જાણકારી પત્ર દ્વારા અપાયેલ. છે. આ બાબતે પણ જીતેન્દ્ર પી. મારૂએ સેલવાસ કોર્ટના દરવાજા ખટખટાવ્યાની જાણકારી મળેલ છે. જાેઈએ હવે દા.ન.હ.ના નામદાજ જજ સાહેબ આ પીટીશન બાબતે કેવુ વલણ લે છે તે આવનારા સમયમાં જાણવા મળશે.
સ્ત્રોત: સેલવાસ, (લુહારી ટાઈમ્સ)