વડોદરા: શું થઇ રહ્યું છે આ ગુજરાતમાં ? ફરી એક વધુ દુષ્કર્મની ઘટના બહાર આવી છે, વડોદરાના ભાયલી વિસ્તારમાં બીજા નોરતે સગીરા પર ગેંગરેપની ઘટના બની જે બનાવને અઠવાડિયું પણ થયું નહીને વધુ એક સગીરા હવસનો શિકાર બની હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
Decision news ને મળેલી માહિતી મુજબ આરોપીએ ધો. 12 સાયન્સની વિદ્યાર્થિનીને બેવાર તેના મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું નહિ સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા દબાણ કરતો હોવાનું સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દિવાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેના પરથી જાણવા મળી રહ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી વાજીદશા ઈદ્રીશશા દિવાનની ધરપકડ કરી લીધી છે.
આરોપી વાજીદશા ઈદ્રીશશા દિવાન મૂળ વડોદરા જિલ્લાના કરજણના કિયા ગામનો છે. હાલ મકરપુરા મેઈન બજાર, ઈ.એસ.આઈ. હોસ્પિટલની બાજુમાં મહાદેવ મંદિરની સામે મકરપુરામાં રહે છે. સગીરા અને આરોપી બન્ને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાના સંપર્કમાં આવ્યા અને આરોપીએ સગીરાને ગત મહિને બે વખત મિત્રના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું..