કડી: ગતરોજ કડીના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ S સ્ટેઈનલેસ પ્રા.લિ.માં 12 વાગ્યાની આસપાસ ખાનગી કંપનીની અંદર ચણતરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ માટીની ભેખડ ધસી પડતા 10 મજૂરો દટાય ગયા અને જેમાંથી 18 વર્ષના યુવકનો બચાવ થયો અને નવ આદિવાસી મજૂરો અંદર જ દટાઈ ગયા જેના મોત થઇ ગયાની જાણકારી મળી છે.
Decision news ને મળેલી વિગતો મુજબ મૃતદેહને રેસ્ક્યુ કરી બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં.. બે સગા ભાઈ અને બે વર્ષ પહેલા લગ્ન કરેલા પતિ-પત્ની બે મહિના પહેલા મજુરીએ આવ્યા હતા. ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.
પતિ-પત્ની, બે સગા ભાઈઓ સહિત નવ લોકોના મોત
1. આશીષ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ)
2. આયુષીબેન આશિષભાઈ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો- ઝાલોદ)
3. મુકેશ કમોળ (મૂળ રહે. ખરસાણા, તાલુકો-ઝાલોદ)
4. શૈલેષ બારીયા (મૂળ રહે. સાખલીયા, તાલુકો-ઝાલોદ)
5. રાજુ મેઢા (મૂળ રહે.રામપરા, તાલુકો-લીમખેડા)
6. અરવિંદ બારીયા (મૂળ રહે.ઝાલોદ)
7. ગંગાબેન કમલેશ કટારા (મૂળ રહે. તરકીયા, જિ-બાસવાડા, રાજસ્થાન)
8. જગન્નાથ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન)
9. મહેન્દ્રભાઈ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન)