નર્મદા: નર્મદા જિલ્લાના અલવા ગામમાં જંગલી દીપડાના હુમલામાં મહિલાનું મૃત્યુ,થતા ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ આગેવાનો સાથે પરિવારની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ જણાવ્યું કે દવાખાનામાં શબવાહિની નથી, તે ખુબજ દુઃખ ની વાત છે. વન વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર ન હતા, અંતિમ સંસ્કાર સુધી એમની હાજરી અનિવાર્ય હોય છે.
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ચૈતર વસાવાને મૃતક મહિલાના પરિવારે જણાવ્યું કે ‘આપ’ના કોઈપણ આગેવાન વિરુદ્ધ તેઓએ પોલીસ ફરિયાદ કરી નથી, તો ખોટી પોલીસ ફરિયાદ કોણે કરી ? આગેવાનો વિરુદ્ધની ખોટી ફરિયાદ રદ કરવા જણાવ્યું. ખોટી ફરિયાદ કરનાર સામે પર કડક પગલાં લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
વાઈલ્ડ લાઈફ એકટ માં “ શિડયુલ-૧ માં આવતા વન્ય પ્રાણીઓને જ્યારે કોઈ વ્યક્તિ હાની પહોંચાડે છે ત્યારે સાત વર્ષ ની સખત કેદ અને ૧૦,૦૦૦ (દસ હજાર રૂપિયા) દંડ ની જોગવાઈ છે. જ્યારે વન્ય પ્રાણી ના હુમલા થી કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય છે ત્યારે, સરકાર તરફ થી પરિવારજનોને ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ રૂપિયા)ની સહાય આપવામાં આવે છે. જે ખુબજ ઓછી રકમ છે અને ઈજા પામનાર ને ૩૦,૦૦૦ રૂપિયા ની ખુબજ ઓછી સહાય આપવામાં આવે છે તે સ્વીકાર્ય નથી તે અંગે રજુઆત કરવામાં આવી.