માંડવી: માંડવીની નરેણ આશ્રમશાળાના ચકચારભર્યા કેસમાં એક પછી એક 37 જેટલી આદિવાસી બાળાઓએ નરાધમ અને હવસખોર આચાર્યની કરતૂતો બહાર લાવતા પોલીસને નિવેદન આપતાં કહ્યું કે જે પણ વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવે તો તેણે તરત જ દોડીને પહોંચી જવું પડતું હતું.

Decision news ને મળેલી જાણકારી પ્રમાણે આરોપી પીછાચી આચાર્ય યોગેશ નાથુ પટેલે 12-15 વર્ષની 37 જેટલી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આચાર્યની હેવાનિયતનો ભોગ બનેલી તમામ વિદ્યાર્થિનીઓની મેડિકલ તપાસ કરાવી છે. આદિવાસી વિસ્તારોમાં રહેતા ગરીબ માતા-પિતા તેમની દીકરીઓને માંડવીના નરેણ આશ્રમશાળામાં ભણવા મોકલતાં હતાં.

આદિવાસી વાલીઓએ જે આચાર્ય પર વિશ્વાસ રાખીને તેઓ પોતાની દીકરીઓને ભણાવવા માટે આશ્રમશાળા મોકલ્યા છે તે જ આશ્રમશાળાના આચાર્ય તેમની સાથે છેડતી કરશે. અવ વિચાર્યું પણ નહિ હોય.. આદિવાસી બાળાઓએ લંપટ આચાર્ય યોગેશ પટેલ વિરુદ્ધ મહિલા અધિકારી અને પોલીસ સામે નિવેદન આપ્યાં છે. જેને સાંભળી માત્ર મહિલા અધિકારી નહીં, પણ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા. તમામ આદિવાસી બાળાઓ સીઆરપીસી 164નું નિવેદન આપશે.