વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાની સરકારી પોલીટેકનિક વલસાડ દ્વારા સરકારશ્રી દ્વારા નિર્દેશિત ‘વિકાસ સપ્તાહ 2024’ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે સેમીનારનું આયોજન સંસ્થાના આચાર્યા શ્રીમતી રિંકું શુકલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું
Decision News ને મળેલ માહિતીમાં મુજબ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર ઓફ રજીસ્ટ્રેશન દિવ્યેશ પટેલ હાજર રહ્યા. એમણે ભારત સરકારની સિદ્ધિઓ તેમજ માનનીય પ્રધાન મંત્રીશ્રીનું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે યુવાનોની ભાગીદારી અને ભૂમિકા વિષય તેમજ સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સંસ્થાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાનું NSS લોકલ યુનિટ દ્વારા કરવામાં આવ્યું. આ ‘વિકાસ સપ્તાહ’ થી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો આ અનોખો પ્રયાસ છે.