પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

માંડવી: ફરી એક વખત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બળાત્કારની ઘટના સામે આવી છે ગતરોજ માંડવી તાલુકાના નજીક એક ગામમાં શ્રમિક પરિવારની 14 વર્ષની માસૂમ દિકરી સાથે વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ માંડવીના શ્રમિક પરિવારની 14 વર્ષની માસૂમ દિકરી ઓગસ્ટ 2023 થી માર્ચ 2024 દરમિયાન સતત આઠ મહિના સુધી એક વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં સગીરા ગર્ભવતી બની હતી. વિધર્મી ઇસમ સગીરાને લલચાવી ફોસલાવીને રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો.

છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં બળાત્કારનો ચોથો કિસ્સો પ્રકાશમાં આવતા સરકારની કામગીરી અને ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. લોકો હવે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કહી રહ્યા છે કે તમે વિકાસ અને પાકિસ્તાનની, મોટી મોટી વાત કરવાનું માંડી વાળો અને ગુજરાતની દીકરીઓની સુરક્ષા પર ધ્યાન આપો તો વધુ સારું રેહશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here