માંડવી: ગતરોજ માંડવીમાં નરેના આશ્રમશાળામાં ધોરણ 7 અને 8ની ચાર નહીં પણ 35 વિદ્યાર્થીનીઓની આચાર્યએ છાતીને સ્પર્શ અને તેના હોઠ પર ચુંબન કરી છેડતી કરી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોમાં આક્રોશ ફેલાયો છે. આરોપી આચાર્ય વિરુદ્ધ પોક્સો અને ટોર્ચર એક્ટ હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરાઈ છે.

Decision News ને જાણવા મળેલ માહિતી મુજબ આશ્રમશાળામાં બાળકીઓ અભ્યાસ કરતી ચાર જેટલી બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યાના આરોપ યોગેશ પટેલ નામના આચાર્ય પર છે. તે આશ્રમ શાળામાં રહેતો હતો અને અહી 177 જેટલી બાળકીઓ અભ્યાસ કરે છે. ઘટનાની ત્યારે બહાર આવી જયારે આદિજાતિ સત્તા મંડળના અધિકારીઓ શાળાની મુલાકાતે આવ્યા અને શિક્ષણ મુદ્દે અધિકારીઓએ આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાંભળ્યા. ત્યારે ભોગ બાળાઓએ અધિકારીઓ સમક્ષ લંપટ શિક્ષક યોગેશ પટેલની કરતૂતની વાત કરી હતી. અને અધિકારીઓએ આશ્રમશાળાના આચાર્ય વિરુદ્ધ તાત્કાલિક મહિલા માંડવી પોલીસની મદદ લીધી હતી.

મહિલા હેલ્પલાઈન સાથે માંડવી પોલીસને પણ જાણ કરવામાં આવી અને માંડવી પોલીસે આશ્રમ શાળામાં ત્વરિત પોહચી લંપટ શિક્ષક યોગેશ પટેલની અટકાયત કરી ભોગ બનનાર બાળકીઓએ જણાવેલી હકીકતના આધારે પોક્સો એક્ટ અને અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી યોગેશ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. હાલમાં પોલીસ આશ્રમશાળામાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓની પણ પૂછપરછ કરી રહી છે.