વલસાડ: દિવસે દિવસે યુવાઓમાં બાઈકનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ગતરોજ વલસાડ જિલ્લામાં ડુંગરી નજીકના વિસ્તારમાં 9 જેટલા યુવકો બાઈ પરક સ્ટંટ કરી રહ્યા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Decision news ને મળેલી માહિતી મુજબ વલસાડમાં ડુંગરી નજીક આ બાઈકચાલકો સ્ટંટ બાજી કરી લોકોના જીવ જોખમમાં મૂકયા હતા, રેસ્ટોરેન્ટના પાર્કિંગમાં સ્ટંટ કરાતા પોલીસ પણ એકટિવ થઈ ગઈ હતી, સુરત, નવસારી, વલસાડના યુવકોએ કર્યા હતા સ્ટંટ જેમાં બાઈક રાઈડર્સની ઈવેન્ટ કરવામાં આવી હતી,8 બાઈકર્સ, ઇવેન્ટ મેનેજર સામે થઈ ફરિયાદ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનામાં વલસાડ જિલ્લાના પોલીસ દ્વારા ફરિયાદ થતાં 9 જેટલા લોકોની ધરપકડ કરી તેમના વિરુધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે લોકોનું એવું કહેવું છે કે જાહેર સ્થળો પર સ્ટંટબાજી કરી લોકોના જીવ જોખમમાં મુકતા બાઈકર્સમાં પોલીસનો ખોફ ફેલાયો છે.