છોટાઉદેપુર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પર બે વર્ષ અગાઉ માનહાની કેસ કરવામાં આવ્યો હતો જે માનહાનીનો કેસ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાછો ખેંચવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ માનીહાનીનો કેસ પાછો ખેંચવામાં આવતા સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું કે 2022 માં વિરોધ પક્ષનાં નેતા તરીકે સુખરામ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અમે સાચી છે કે નહિ તેની માહિતી એકત્ર નહોતી કરી અને ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી. તે વખતે અમારી પણ ભૂલ થઈ ગઈ હતી. આ બાબતે વિજય રૂપાણી સાહેબને ખોટું લાગી ગયું હતું અને માનહાની નો દાવો કર્યો હતો.
પૂરતી ચોકસાઈ કર્યા વગર આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી. 26/09/2024 નાં રોજ પોતાનો કેસ જિંદાદિલ રાખીને પરત ખેંચ્યો છે. બંને પાર્ટીનો સુખદ સમાધાન થયું છે તેનો મને આનંદ છે એમ સુખરામ રાઠવા લોકોને જણાવ્યું હતું.