સેલવાસ: ગતરોજ અથોલા ખાતે આદિવાસી એકતા પરિષદ દ્વારા આદિવાસી સમુદાયની શિક્ષક ભરતીમાં આરક્ષિત સિટમાં ફકત 19 સિટ ફાળવણી કરવા બાબતે વિશેષ ચર્ચા કરવા માટે આયોજન કર્યું હતુ. દાદરા નગર હવેલી પ્રશાસન ધણા સમય થી ષડયંત્ર પુર્વક આદિવાસી સ્થાનિક વિરોધી કાર્ય કરી રહ્યુ છે.

અગાવ પણ એજયુકેશ વિભાગ તેમજ વિનોબા ભાવે હોસ્પિટલનાં અધિકારીઓ મળીને MBBS મેડીકલ સિટમાં 7.50 % મુજબ આરક્ષિત સિટ ફાળવણી કરવામાં આવતી હતી.ત્યારે પણ આદિવાસી એકતા પરિષદ અને સમાજ અન્ય આગેવાનો દ્વારા એસ.ટી કમિશન થી લઈને હોમ મિનિસ્ટ્રી સુધી લડત લડયા બાદ આરક્ષિત સિટને લઈને 16 નવેમ્બર 2016 નાં દિને જન આંદોલન કરીને પુનઃ આરક્ષિત 43% કરાવ્યુ હતુ.

ટીચર ભરતી મામલે પણ આવીજ રીતે લડત લડવી પડશે અને આદિવાસી સમાજ એ આંદોલન કરવાની તૈયારી કરવી પડશે એવી ચર્ચા થઈ.આ બાબતે રવિવારે 10:00 કલાકે પુનઃ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે અને આંદોલન કરવા બાબતે ફાઈનલ નિર્ણય કરવામાં આવશે.