ભરૂચ: ભરૂચ દૂધધારા ડેરીના સભાસદો વહીવટી હિસાબ માટે સાધારણ સભા બોલાવવામાં આવી હતી ધી ભરૂચ ડિસ્સ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. દૂધધારા ડેરી ભરૂચની 65 મી વાર્ષિક સાધારણ સભા થયો બળાપો થયાની વાત બહાર આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજકાલ ભાજપના નેતાઓ વચ્ચે ભરૂચ દૂધધરાના જૂથવાદને લઇને અનેક નિવેદનો આવે છે. સભાસદોએ વિરોધ નોંધાવ્યો અને રાજકીય દબદબા હેઠળ ચલાવવામાં આવે છે. ભાજપના નર્મદા જિલ્લાના પ્રમુખ અને દૂધધારાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને સભાસદોને જવાબ આપવામાં પરસેવો છુટ્યો. ગતવર્ષે 625 કરોડના ટર્નઓવર સામે સભાસદોને 16 કરોડ રૂપિયા ચુકવવામાં આવેલ હતા, જ્યારે આ વર્ષે 995 કરોડ ના ટર્નઓવોર સામે 21 કરોડ સભાસદો માટે ફાળવવામાં આવતા સભાસદોમાં રોષ ફાટી નીકળ્યો.
સભાસદોને અંધારામાં રાખીને તમામ વહીવટની પ્રક્રિયા કરવામાં આવતી હોવાની વાતો બહાર આવી. ગરીબ પરિવારો મહેનત મજુરી કરીને દૂધ ભરે છે ત્યારે ડેરી દ્રારા દૂધધારકો સાથે અન્યાય થઇ રહ્યો છે. સાથે ભરૂચ દૂધધારા ડેરીની આજુબાજુની ડેરીઓમાં 30 થી 40 ગામો વચ્ચે 50,000 લીટર દૂધ એકત્રિત થાય છે પણ, આ ભરૂચ દૂધધારા ડેરીમાં એક જ ગામ માંથી 40 હજાર લીટર દૂધ એકત્રિત થાય છે ત્યારે આ બાબતે બનાવટી દૂધ હોવાના પણ સવાલો થાયા, સભાસદોએ દૂધમાં મિલાવટ અને ગેરરીતીની તપાસ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. કારણ કે આ ડેરીનું દૂધ નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના શાળાના બાળકો માટે કુપોષણ દુર કરવા માટે આપવામાં આવે છે. ત્યારે અહી સવાલ ઉભો થાય છે કે ગરીબ આદિવાસી બાળકોના શરીર સાથે ચેડા કરવું કેટલું યોગ્ય કહેવાય ?