તાપી: આજરોજ તાપી જિલ્લાના ચીખલી ભેંસરોટ ખાતે પથ્થરની ક્વોરી બાબતે આમ આદમી પાર્ટી તાપી જિલ્લા ટિમ દ્વારા ગ્રામજનોના પ્રશ્નને વાંચા આપવા પરિશ્રમ સ્ટોન ક્વોરીએ પહોંચી હતી. ગ્રામજનો દ્વારા 2022 ના સાલમાં ગ્રામસભામાં ક્વોરી બંધ કરાવવા બાબતે રજુઆત કરી હતી તેમ છતાં હજુ સુધી ક્વોરી બંધ કરવામાં આવી ન હતી.

Decision News ને મળેલી માહિતી બે દિવસ પહેલા કસરની મોટી મશીન ક્વોરી માલીક દ્વારા મુકાતા ગ્રામજનોમાં રોષ ફરી વળ્યો હતો. જે બાબતે ગ્રામજનોએ આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ ગામીતનો સંપર્ક કરતાં આમ આદમી પાર્ટી તાપી જિલ્લા ટીમ ગ્રામજનોની મુલાકાતે પહોંચી હતી. જેમાં મહેન્દ્રભાઈ ગામીત, એડ.જીમ્મી પટેલ, સતિષભાઈ ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, રાજુભાઈ ગામીત તેમજ રાકેશભાઈ ગામીત નાઓ સહિત 100 થી વધુ ગ્રામજનો ભેગા થયા હતા. અને આ પ્રશ્ન બાબતે જ્યાં સુધી ગ્રામસભામાં નિર્ણયના આવે ત્યાં સુધી ક્વોરીમાં સંપૂર્ણ કામ બંધ કરવા જણાવેલ છે. આવનારી 2 ઓક્ટોબરે ગ્રામસભાનું આયોજન તમામ ગામોના અંદર કરવાનું હોય છે. જે બાબતે તમામ ગ્રામજનોને 2 ઓક્ટોબરના રોજ ગ્રામસભામાં ક્વોરી બંધ કરાવવા ઠરાવ કરાવી કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રીને ઠરાવ કોપી આપી ક્વોરી કાયમી ધોરણે બંધ કરાવવા અરજી આપવાની સમજણ આપવામાં આવી હતી.

આદિવાસી વિસ્તારની ગ્રામસભામાં આદિવાસી સમાજને બંધારણીય અઢળક સત્તાઓ આપી છે પરંતુ તેની જોગવાઈઓ વિશે માહિતીના હોય ઘણા પરપ્રાંતિઓ આદિવાસી વિસ્તામાં ગેરકાયદેસર ખનન અને ક્રસરો ચલાવતા હોય છે. જેને પગલે બંધારણીય જાગૃતિ કરી તેને અમલમાં લાવવા ગ્રામજનોને સમજણ આપવામાં આવી છે.