ધરમપુર: “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત આજરોજ ધરમપુર શહેરમાં ‘વેસ્ટ-ટુ-આર્ટ ફેસ્ટ’ અંતર્ગત આર્ટ પીસના પ્રદર્શન માટે નિયુક્ત જગ્યા પ્રદાન કરવામાં આવી. જે દરમ્યાન રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરીને આર્ટ ઇન્સ્ટોલેશન્સનું જાહેર સ્થળોએ પ્રદર્શન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત આજરોજ ધરમપુર શહેરમાં ‘વેસ્ટ-ટુ-આર્ટ ફેસ્ટ’ અંતર્ગત આર્ટ પીસના પ્રદર્શન માટે નિયુક્ત જગ્યા પ્રદાન કરવામાં આવી. જે દરમ્યાન રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરીને આર્ટ ઇન્સ્ટોલેશન્સનું જાહેર સ્થળોએ પ્રદર્શન કરાયું હતું.

જે કાર્યક્રમને નિહાળવા નગરજનો તેમજ સ્કૂલના બાળકો ઉમટી પડયા હતા. જે કાર્યક્રમમાં નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડરશ્રી નિલમભાઈ પટેલ અને એમની ટીમના કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સહભાગી થઈ કચરાને કલામાં રૂપાંતરિત કરી અને સમુદાયના ગૌરવને પ્રોત્સાહન આપી સર્જનાત્મક પહેલ કરવામાં આવી તથા નદીની આસપાસ સાફ-સફાઇ કરવામાં આવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.