વલસાડ: આ વર્ષે વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જોકે કપરાડા તાલુકામાં સતત એક અઠવાડિયા સુધી વરસેલા વરસાદને કારણે કેટલીક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું છે.

Decision News ને મળેલી માહિતી મુજબકપરાડાના સિલ્ધા અને આસપાસના વિસ્તારમાં કેટલાક ખેડૂતોના ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. આ વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ વરસતા ડાંગરનો તૈયાર થવાની અણી પર આવેલો પાક ખેતરમાં આડો પડી ગયો હતો જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી આ ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે આથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે જ્યાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 125 થી વધુ વરસાદ વરસે છે આ વર્ષે પણ અત્યાર સુધી આ ચોમાસામાં કપરાડા તાલુકામાં સરેરાશ 140 ઇંચ થી વધુ વરસાદ વરસી ચુક્યો છે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે કપરાડાના સિલ્ધા અને આસપાસના વિસ્તારમાં તોફાની પવન સાથે ફૂંકાવાની સાથે વરસેલા ભારે વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં ડાંગરનો પાક આડો પડી ગયો છે અને પાણીમાં પલળતા તૈયાર થવાની અણી પર આવેલો ભાતમાં નુકસાનને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાય રહ્યો છે