દાહોદ: દાહોદમાં તોરણી પ્રાથમિક શાળા આદિવાસી સમાજની બાળકી હત્યાનો મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે સરકાર દીકરીના પરિવારની સાથે છે.

દાહોદ 6 વર્ષીય બાળકી હત્યાનો મામલાને લઈને ગુજરાત રાજ્યના મંત્રી બચુ ખાબડને પ્રશ્ન પુછાતા તેમને કહ્યું કે ખૂબ દુઃખદ ઘટના છે અને અમે તને વખોડી છીએ અને દીકરીના પરિવારની બીજા દિવસે અમે મુલાકાત લીધી હતી અને સાંત્વના આપી હતી અને કહ્યું હતું કે અમારા પોલીસ તંત્રએ ગણતરીના કલાકોની અંદર આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.

મંત્રી બચુ ખાબડે વધુમાં જણાવ્યું કે અમારી સરકાર દીકરીના પરિવારની સાથે છે અને બંધારણીય જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થાય અને દેશમાં દાખલો બેસે તેવી સજા થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ નિવેદન પર સરકાર કેટલી ખરી ઉતરે છે એ તો આવનારો સમય જ બતાવશે.