ગુજરાત: કોલકત્તામાં ડોકટર પર દુષ્કર્મ પછી હત્યાની ઘટના બાદ 6 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સાઈટ એક્સ ઉપર પોસ્ટ મૂકી પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનરજીને મહિલા સુરક્ષાને લઈને પગલાં લેવાની શિખામણ પણ આપી હતી.
ત્યારે હવે લોકો કહી રહ્યા છે કે દાહોદના તોરાણી ગામે શાળાના આચાર્યએ માત્ર છ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા જતા બુમાબુમ કરી વિરોધ નોંધાવતી બાળાની હત્યા કરવામાં આવી છે પણ ગુજરાત ભાજપના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંપૂર્ણ મૌની બાબા બની ગયા છે. શું ભુપેન્દ્ર પટેલની સંવેદનશીલતા મરી પરવારી છે.
દાહોદના ભાજપના સંસદ સભ્ય પણ પરિવારને મળ્યા નથી. સમગ્ર ભાજપ સભ્ય નોંધણીમાં લાગ્યું છે. સરકાર પ્રજાના હિત માટે કામ કરે, પ્રજાની સુરક્ષા કરે અને સંવેદનશીલ હોય એ હવે પોકળ વાતો લાગી રહી છે. દાહોદની આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કદાચ છુપાવવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યું હોય એવું લાગે છે. આદિવાસી દીકરીને ન્યાય મળેશે કે પછી ઘટનાને દબાવી દેવામાં આવશે અને હત્યારો ખુલ્લેઆમ ફરશે.