ડાંગ: ગતરોજ ડાંગ કોંગ્રેસ દ્વારા કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, ડાંગ IT CELL પ્રમુખ મનીષભાઈ મારકણા, યુથ પ્રમુખ રાકેશ પવાર, ડાંગ આદિજાતિ પ્રમુખ હરેશ ચૌધરી, આહવા તાલુકા પ્રમુખ સુભાષભાઈ વાઘની આગેવાનીમાં ડાંગની વિવાદિત એસ.એસ.માહલા કોલેજના કેમ્પસની તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવા માટે આવેદનપત્ર આપવમાં આવ્યું છે.
ડાંગ જિલ્લામાં કુક્ડનખી ગામે એસ.એસ.માહલા કેમ્પસ નામની જે કોલેજ આવેલ છે. તે સંદર્ભ હાલ વર્તમાન પત્રો અને ટીવી ન્યુઝ ચેનલ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે ગંભીર બાબતો પ્રકાશમાં આવેલ છે જે ખૂબ જ દુઃખદ બાબત છે આ એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ થયેલ હોઈ તેવું જણાઈ આવેલ છે. તેમજ ગરીબ આદિવાસી ભોળા વિદ્યાર્થીઓ સાથે અને પ્રજા સાથે દગો કરેલ છે જેથી આ સમગ્ર બાબતે અમોની આપ સાહેબ શ્રી ને ખાસ નમ્ર અરજ છે કે એસ.એસ.માહલા કેમ્પસ સાથે જોડાયેલ તમામ બાબતોની ઊંડાણપૂર્વક તેમજ ન્યાયિક તપાસ કરવા આપ સાહેબશ્રી આદેશો કરશોજી. ઉકત તપાસમાં નીચે મુજબની બાબતો અંગે પણ ખાસ ધ્યાન આપવા તથા તપાસ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
તપાસના મુદ્દા
1 એસ.એસ.માહલા કેમ્પસની માન્યતા કે રજીસ્ટ્રેશન બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે થયેલ કરારો બાબતે ઝીણવટ પૂર્વક તપાસ કરી તમામ સાધનીક દસ્તાવેજોની તપાસ કરવા વિનંતી# એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા શરુઆતથી આજ દીન સુધી જેટલા કોર્સ ચાલે છે કે ચલાવાયેલ છે તેના તમામ વિદ્યાર્થી અને લાભાર્થીઓએ મેળવેલ ફ્રીશીપકાર્ડ અને સ્કોલરશીપ બાબતે સો ટકા રી- વેરીફિકેશન કરવામાં આવે.
2 એસ.એસ.માહલા કેમ્પસ દ્વારા જે જમીન ઉપર મકાન બનાવવામાં આવેલ છે તે જમીન સંપાદન બાબતે સરકારશ્રીના નીતિનિયમો અને ધારા ધોરણો અનુસાર તમામ પ્રક્રિયાનું પાલન કરવામાં આવેલ છે કે કેમ તે તપાસવામાં આવે.
3 એસ.એસ.માહલા કેમ્પસ ની સ્થાપના થી આજ દિન સુધીમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ અને વીજ જોડાણ બાબતે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર તમામ સંબંધિત વિભાગો પાસેથી પરવાનગી મેળવેલ છે કે કેમ તે તપાસવામાં આવે.
:- આવેદનપત્રની નકલ રવાના -:
1. મહામહીમ રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્ય
2. મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય
3. વિરોધ પક્ષના નેતા ગુજરાત વિધાનસભા
4. આદિજાતિ કમિશનરશ્રી ગુજરાત રાજ્ય
5. રેન્જ આઈ.જી. શ્રી રેન્જ આઈ.જી. કચેરી સુરત(3)
6. પોલીસ અધિક્ષકશ્રી આહવા-ડાંગ
7. પ્રાંત અધિકારીશ્રી ડાંગ-આહવા
8. ડી.ડી.ઓ શ્રી ડાંગ- ડાંગ-આહવા
9. ટી.ડી.ઓ શ્રી તાલુકા પંચાયત વઘઈ
10. મામલતદારશ્રી મામલતદાર કચેરી વઘઈ
11. તલાટી કમ મંત્રીશ્રી ગ્રુપ ગ્રામ ચીંચીનાગાંવઠા

