કપરાડા: વલસાડ ડેપો દ્વારા કપરાડા તરફ જતી બસો ખખડધજ મૂકવાને કારણે વલસાડ થી કપરાડા તરફ જતી મહત્વની સવારે 5:45 અને 6:30 ની બસ રૂટ બુધવારે બસ ન હોય રદ કરી દેવાતા મુસાફરો અટવાઈ ગયા હતા. તો મહત્વની 9 વાગ્યાની બસ પણ ખોટકાતા મોડી ઉપડી હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કપરાડાના ડુંગરાળ માર્ગો માટે જૂની બસો અકસ્માત સર્જી શકે તેમ હોઈ નવી બસો જરૂરી છે. Decision News ને સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ એસ.ટી.વિભાગ દ્વારા કપરાડા તરફ જતી બસો નિયમિત દોડાવવા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેમ સમયાંતરે બસ રદ કરવા, ખોટકાવવા સહિતના લઈ નિયમિત પાસ ધારકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા છે.

બુધવારે ફરી એકવાર સવારની બે બસ રદ કરી દેવાઈ હતી, તો નોકરિયાતો માટે મહત્વની 9 વાગે ઉપડતી બસ પણ ખોટકાતા અન્ય રૂટની બસ આવ્યા બાદ ફાળવવામાં આવતા આશરે પોણો કલાક મોડી કપરાડા માટે ઉપડી હતી. જેને લઈને લોકો મુસાફરો મુશીબતમાં મુકાયા હતા.