માંડવી: ગતરોજ માંડવી સુગર ફેક્ટરીને જૂન્નર સુગર લિમિટેડ કંપનીને બારોબાર વેચાણ બાબતે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઠેર ઠેર આ મુદ્દાની ચર્ચા છે. ત્યારે અખિલ માકાભાઈ ચૌધરીએ નાયબ કલેક્ટરની સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ માંડવી તાલુકાના ગામે ગામ અને ટાઉનમાં નેતાઓને શોધી લાવે એને ઇનામ સાથે ખેડૂતો દ્વારા પોસ્ટરો મારવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈને દક્ષીણ ગુજરાતના આંદોલનકારી યુવાઓ અખિલ ચૌધરી, જીમ્મી પટેલ, આશિષ ચૌધરી, સ્નેહલ વસાવા દ્વારા માંડવી નાયબ કલેક્ટરની સાથે એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. જેમાં આગેવાનો દ્વારા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો અને એ મામલે પ્રશાસનની ભૂમિકા અંગે સ્પષ્ટીકરણ અને નિવારણ લાવવા ચર્ચા થઈ હતી. ચર્ચામાં આગેવાનો દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ એક પણ પ્રશ્નોના જવાબ આપવામાં નિષ્ફળ જતા તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવે છે અને છતી આંખે ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં દેખાય છે. માંડવી સુગર વેચી દેવાના પ્રકરણમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવા આગેવાનો દ્વારા નેતા ખોવાયેલ છે જેવા પોસ્ટર ચોંટાડયા બાદ આ ભ્રષ્ટચારને બહાર પાડવા મુદ્દે એક સાથે ભેગા થઈ નાયબ કલેક્ટર પાસે સ્પષ્ટીકરણ માંગતા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

આદિવાસી વિસ્તારની માંડવી સુગર ફેક્ટરીના સભાસદોના શેરડીના પૈસા તેમજ ટ્રાન્સપોર્ટેશનના પૈસા ચુકવણી કરવાના બાકી હોય અને તેમની જાણ બહાર બારોબાર વેચાણ કરી શોષણ કરવામાં આવેલ છે. આ પ્રકરણમાં આવનારા સમયમાં આદિવાસી યુવાઓ ખેડૂતોને લઈને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ તેમજ રસ્તા ઉપર ઉતરવાની સંપૂર્ણ તૈયારી બતાવી છે.

અખિલ માકાભાઈ ચૌધરી
( રાજકીય કર્મશીલ)