વાંસદા: સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાત ના માધ્યમ થી જિલ્લા રમત ગમત કચેરી નવસારી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના વિધાથીઓએ ભાગ લઈ તાલુકામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ગોલાફેંકમાં પટેલ હર્ષિલ પ્રથમ, 100 મીટર દોડમાં ગાંવિત મોહિની પ્રથમ, 200 મીટર દોડમાં વાઘમારે દિનકર બીજો ક્રમ, 3000 મીટર દોડમાં ભરવાડ વિપુલ બીજો ક્રમ, 200 મીટર દોડમાં ગાંવિત જીજ્ઞેશ ત્રીજો અને લાંબિકુદમાં ગાંગુડે માર્થા ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું.
ઉપરોક્ત વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓ હવે આગળ જિલ્લામાં ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારે તૈયાર કરનાર શિક્ષકશ્રી અખ્તરભાઈ અને શૈલેષભાઈને આચાર્યશ્રીએ અભિનંદન આપી જિલ્લામાં પણ શ્રેષ્ઠ દેખાવ કરે એવી શુભકામના પાઠવી હતી.

