વાંસદા: ચીખલી તાલુકામાં નર્સિંગ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ વાંસદાના રાણી ફળીયામાં કાવેરી નદી કિનારે આંબાની વાડીમાં અગમ્ય કારણો સર ફાંસો લગાવી આત્માહત્યા કરી લીધાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે વાંસદા તાલુકાના ખટકિયા ગામે ડુંગરી ફળિયામાં બે ભાઈ બહેન અને માતા સાથે રહેતી હતી. જયારે ખટકિયાની રહેવાસી સરસ્વતીબેન ગાવિત મરણ જનાર 19 વર્ષની યુવતી કે જે ચીખલી ખાતે વિદ્યા ટ્રેનિંગ ઈસ્ટીટ્યૂડ માં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. જેને લઈને ઘરેથી નર્સિંગનો અભ્યાસ કરવા માટે જવા નીકળી હતી. ત્યારે કોઈ અગમ્ય કારણ સર યુવતી રાણીફળીયા ખાતે આવેલ કાવેરી નદીના કિનારે મહારાજા સાહેબની આંબાની વાડીમાં સાડીનો ટૂંપો લગાવી આત્મહત્યા કરી લીધેલ હોય.ત્યારે સરસ્વતી બહેનની લાશ રાણી ફળીયાની આંબા વાડીમાં આંબા પર લટકતી લાશ મળી આવી હતી.

જેને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. આ બાબતે મૃતકની માતા દ્વારા વાંસદા પોલિસ સ્ટેશનમાં લેખિતમાં આપેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ વાંસદા પોલીસ સ્ટેશનના એ.એચ.પટેલ પોલીસ સબ ઈસ્પેક્ટર કરી રહ્યા છે.