સેલવાસ: હાલમાં સેલવાસમાં એચ.ડી.એફ.સી બેન્ક, તમિલનાડ મર્કેન્ટાઈલ બેન્ક, યસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, આઈ.ડી.એફ.સી બેન્ક, ઈન્ડિયન ઓવર્સિસ બેન્ક વગેરે જેવી મુખ્ય બેન્ક આસપાસ જ આવેલી છે. જેના કારણે બેંકોમાં આવતા ગ્રાહકોના વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા નડી રહી છે.
સેલવાસના મુખ્ય માર્ગો ઉપર બેન્કિંગ અવરમાં પાર્કિંગની સમસ્યા થઈ રહી છે. સેલવાસ પટેલ પેટ્રોલિયમ અને જામા મસ્જિદ પાસે ઘણી બધી બેન્કોની શાખાઓ આવેલી છે. એચ.ડી.એફ.સી બેન્ક, તમિલનાડ મર્કેન્ટાઈલ બેન્ક, યસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, આઈ.ડી.એફ.સી બેન્ક, ઈન્ડિયન ઓવર્સિસ બેન્ક વગેરે જેવી મુખ્ય બેન્ક આસપાસ જ આવેલી છે.જેના કારણે બેંકોમાં આવતા ગ્રાહકોના વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વધુમાં આ ગ્રાહકો દ્વારા વાહનો રસ્તા ઉપર જ આડેધડ પાર્ક કરવામાં આવતા હોવાથી રસ્તો બ્લોક થઈ જતો હોય છે.
મુખ્ય માર્ગ હોવા છતાં રસ્તા ઉપર રોડ માર્કિંગ પણ કરવામાં આવ્યું નથી.બેંકમાં કેશ મેનેજમેન્ટ માટે આવતી વાન પણ રસ્તા ઉપર જ પાર્ક કરી દેવામાં આવતી હોય છે.જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. દાનહ ટ્રાફિક વિભાગ દ્વારા આ સમસ્યાને દૂર કરવામાં માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે. રોડ ઉપર પાર્કિંગ માટેની જગ્યાના નિર્દેશ અને માર્કિંગ લગાવવું જરૂરી બન્યું છે. વધુમાં અડધા રસ્તા ઉપર આડેધડ પાર્ક થતા વાહન ચાલકોને દંડ કરવો પણ જરૂરી બન્યું છે.

