વલસાડ: સરકારી વિજ્ઞાન કોલેજ ભિલાડના યુવા ટુરિઝમ ક્લબ અંતર્ગત પ્રિન્સિપલ શ્રી ડૉ. દિપક ધોબીના અધ્યક્ષસ્થાને પ્રો. યોગેશ હળપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે સાપુતારામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રવાસમાં વઘઈ બોટાનિકલ ગાર્ડન, સાપુતારા ટ્રાઇબલ મ્યુઝિયમ અને સાપુતારા હિલ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રજાતિની વનસ્પતિઓનો અભ્યાસ કર્યો હતો અને જાણકાર સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપતાં, વિદ્યાર્થીઓને સ્થાનિક છોડની પ્રજાતિઓ અને તેમનો પર્યાવરણમાં મહત્વ સમજાવવામાં આવ્યું.
ત્યારબાદ સાપુતારા ટ્રાઇબલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી જ્યાં સ્થાનિક આદિવાસી સમુદાયોની સંસ્કૃતિનું સમૃદ્ધ વારસો,આદર્શો, કલા અને ઇતિહાસને દર્શાવતાં પ્રદર્શનો જોયા હતા અને આ વિસ્તારની સાંસ્કૃતિક વિવિધતા સમજવા માટે મદદ મળી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓએ સાપુતારા હિલ સ્ટેશન ઉપર ટ્રેકિંગ કર્યું હતું અને સુંદર કુદરતી સૌંદર્યને માણ્યું હતું