ઉનાઈ: વઘઈથી બીલીમોરા જઈ રહેલી નેરોગેજ ટ્રેનની ઉનાઈ પાસે અડફેટે ભિક્ષુક આવી જતાં તે કાપાયો હતો. તેને 108 ની મદદથી વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો પણ ફરજ બજાવતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બીલીમોરાથી વઘઈ જતી નેરોગેજ વઘઈથી બીલીમોરા જઈ રહી હતી ત્યારે ઉનાઈ પાસે બપોર સમયમાં એક અજાણ્યો ભિક્ષુક ઉનાઈ સ્ટેશન પાસે અડફેટે આવી જતાં તે શરીરે કપાઈ ગયો હતો તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે સ્થાનિક લોકોએ 108ની મદદ લઇ વાંસદા સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં ડોકટરોએ તેને મૃત ઘોષિત કર્યાની ઘટના બનવા પામી હતી. આ મામલે વાંસદા પોલીસ મથકમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે.

ઉનાઈ ફાટક બંધ હોવા છતાં ભિક્ષુક યુવાન કેવી રીતે ટ્રેનમાં આવ્યો ? સવાલ મુંઝવણમાં મુકે એવો છે. સમગ્ર મુદ્દે વાંસદા પોલીસે અકસ્માત નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં પ્રાથમિક તપાસમાં આ ભિક્ષુક ઉનાઈ માતાજીના મંદિરે આજુબાજુ ભિક્ષા માંગીને જીવન પસાર કરતો હતો.