ફિલ્મજગત: વર્તમાન સમયમાં આદિવાસી સમાજના બહુ ઓછા લોકો જાણતા હશે કે તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મ ઉત્કૃષ્ટ કામગીરી કરતી અભિનેત્રી સાઈ પલ્લવી તમિલનાડુની નીલગિરી પહાડીઓમાં રહેતા સૌથી મોટા આદિવાસી સમુદાય બડાગાની છે.

પોસ્ટમાં દેખાતી આ તસવીર સાંઈ પલ્લવીની બહેન પૂજાના લગ્નની છે, જેમાં તે તેના પરંપરાગત આદિવાસી પોશાકમાં જોવા મળી રહી છે (લગ્ન પણ પરંપરા મુજબ જ થયા હતા). ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આદિવાસીઓની હાજરી લગભગ નહિવત છે. સાઈ પલ્લવી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેના ઉત્તમ અભિનયના આધારે તેણે દક્ષિણની ફિલ્મોમાં અગ્રણી અભિનેત્રી તરીકે સ્થાન બનાવ્યું છે. મોટી વાત એ છે કે આટલું નામ અને ખ્યાતિ મળ્યા પછી પણ સાઈ પલ્લવી અને તેનો આખો પરિવાર આજે પણ પોતાની આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે.

સાઈ પલ્લવીએ મેડિસિનનો અભ્યાસ કર્યો છે. તેની માતૃભાષા બદગીની સાથે, તે અસ્ખલિત હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ પણ બોલે છે. તેમને અભિનય માટે ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ મળ્યા છે. સાઈ પલ્લવીએ ફેરનેસ ક્રીમ બ્રાન્ડ સાથે રૂ. 2 કરોડના એન્ડોર્સમેન્ટ ડીલને પણ નકારી કાઢી હતી, એવું માનીને કે ‘લોકોને જૂઠું પીરસવા કરતાં તેમની સાચી ત્વચાને પ્રેમ કરતા શીખવવું વધુ સારું છે.’