નવીન: પોલીસ યુનિફોર્મ અને પ્રોફાઇલની ચાર્મ કંઈક અલગ હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે માત્ર પોલીસકર્મીની યુનિફોર્મ જોઈને તેમની વર્દીમાં લાગેલાં 1, 2 કે 3 સ્ટાર પરથી તેમના હોદ્દાનો સરળતાથી અંદાજ આપ લગાવી શકો છો. કયા અને કેટલા સ્ટાર વાળા પોલીસનો હોદ્દો કયો છે તે વિષે Decision News આપને માહિતગાર કરશે.

પોલીસકર્મીઓનો યુનિફોર્મ તેમની પોસ્ટ (IPS Officer Ranks) પ્રમાણે નક્કી કરવામાં આવે છે. દરેક પ્રમોશન સાથે તેના યુનિફોર્મમાં થોડો બદલાવ આવે છે.

હેડ કોન્સ્ટેબલ:

હેડ કોન્સ્ટેબલના યુનિફોર્મમાં કાળી પટ્ટી હોય છે અને તેના પર બે પીળી પટ્ટી લાગેલી હોય છે. સિનિયર પોલીસ કોન્સ્ટેબલના યુનિફોર્મમાં બેજની જગ્યાએ કાળી પટ્ટી હોય છે. તેના પર પીળી પટ્ટી પણ હોય છે. પરંતુ કેટલાક રાજ્યોમાં બેજ પર લાલ પટ્ટીઓ છે.

આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર

આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે ASI હેડ કોન્સ્ટેબલથી સિનિયર પોસ્ટ છે. તેમના યુનિફોર્મમાં સ્ટારની સાથે લાલ અને વાદળી પટ્ટી હોય છે.

સબ ઇન્સ્પેક્ટર

સબ ઇન્સ્પેક્ટર ઓફિસર લેવલે હોય છે. પોલીસ સબ- ઇન્સ્પેક્ટરની પોસ્ટ આર્મીના સુબેદારની બરાબર હોય છે. સબ ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં લાલ અને વાદળી પટ્ટી અને બે સ્ટાર હોય છે.

ઇન્સ્પેક્ટર

ઇન્સ્પેક્ટર કોઈપણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હોય છે. ઇન્સ્પેક્ટરના યુનિફોર્મ પર લાલ અને વાદળી રંગની પટ્ટી છે. તેના પર ત્રણ સ્ટાર હોય છે.

નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી)

ડેપ્યુટી સુપરીટેન્ડ ઓફ પોલીસ એટલે કે ડીએસપી કોઈપણ રાજ્યની પોલીસના પ્રતિનિધિ છે. તેમના યુનિફોર્મ પર લાલ અને ખાકી રંગનો બેજ છે. તેના પર ત્રણ સ્ટાર છે.

મદદનીશ પોલીસ અધિક્ષક (ASP)

ખાકી રંગનો બેજ છે. તેના પર ત્રણ સ્ટાર છે.

મદદનીશ પોલીસ અધિક્ષક (ASP)

આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડ ઓફ પોલીસને એડિશનલ ડેપ્યુટી કમિશનર પણ કહેવામાં આવે છે. એએસપીના યુનિફોર્મ પર માત્ર અશોક સ્તંભ છે. IPS પરીક્ષા પાસ કર્યા બાદ અધિકારીનો આ પ્રથમ રેન્ક છે. આ પોસ્ટ સેનાના કેપ્ટનની સમકક્ષ હોય છે.

પોલીસ અધિક્ષક (SP)

સુપ્રીટેન્ડ ઓફ પોલીસ ( પોલીસ અધિક્ષક ) ને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અને એસપી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના યુનિફોર્મ પર અશોક સ્તંભ અને એક સ્ટાર હોય છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)

સિનિયર સુપ્રીટેન્ડ ઓફ પોલીસ (વરિષ્ઠ પોલીસ અધિક્ષક)ને વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પોસ્ટિંગ મોટા શહેરોમાં છે. તેમના યુનિફોર્મ પર એક અશોક સ્તંભ અને 2 સ્ટાર હોય છે.

ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG)

ડીઆઈજીને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પણ કહેવામાં આવે છે. તેમના બેજ પર IPS લખેલું છે અને અશોક સ્તંભની સાથે ત્રણ સ્ટાર પણ હોય છે.

ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG)

ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે IGP ને પોલીસ મહાનિરીક્ષક પણ કહેવામાં આવે છે. તેમના યુનિફોર્મ પર તલવાર અને સ્ટાર છે. તેમજ બેજ પર IPS લખેલું હોય છે.