માંડવી: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આધારકાર્ડ લઈને આદિવાસી લોકોની હેરાનગતિ વધી રહી છે ત્યારે  માંડવી તાલુકામાં આધારકાર્ડની કામગીરી ચાલી રહી છે જેમાં માંડવી તાલુકાની જનતા ખુબ જ હેરાન થઈ રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ માત્ર એકજ ઓપરેટર હોવાના કારણે લોકો સવારથી નાના બાળકો સાથે પોતાનો ધંધો રોજગાર છોડીને લાંબી લાઇનમાં ઊભા રહે છે અને જગ્યા નઈ મળતા થાકી-પાકીને નીચે પણ સૂઈ રહેવાનો વારો આવે છે. જે મુદ્દાને લઈ સાથી અક્ષય ચૌધરી અને લોકો સાથે માંડવી પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરી હતી.

અખિલ ચૌધરી જણાવે છે કે પાંચ કે તેથી પણ વધુ ઓપરેટર મૂકવામાં આવે કચેરીમાં મંડપ પાડી આપી અને પાણી,પંખા તથા અન્ય સુવિધાઓ આપવામાં આવે અને તાલુકા મથક સુધી આવવાની જગ્યાએ પંચાયત ક્યાં તો સ્થાનિક સ્કૂલોમાં જ આ આધારકાર્ડ કાઢી આપવાની સુવિધા કરી આપવામાં આવે અને જનતાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે નહિ તો જનઆંદોલન કરવામાં આવશે.