નવસારી: 23 વર્ષની નર્સિંગ કોર્ષમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીનો લાશ શંકાસ્પદ હાલતમાં નવસારીની ઓયો હેપ્પી સ્ટે નામની હોટલમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવતીના માતાપિતાએ આક્ષેપ લગાવ્યો છે કે “અમારી દીકરીની તેના મિત્ર ભાર્ગવ પટેલ દ્વારા હત્યા કરવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીની ભાર્ગવ પટેલ સાથે મિત્રતા હતી અને તેઓ બંને નવસારીના ગાંધી ફાટક પર આવેલી હોટલ હેપ્પી સ્ટેમાં અંગતપળો માણવા માટે હોટલમાં ગયા હતા. અને ત્યાં યુવતીના શરીરના આંતરિક ભાગમાંથી વધુ પડતું લોહી વહી જતા મોત થયું છે.” યુવતીને પહેલા સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા યુવતીને મૃત ઘોષિત કરવામાં આવી હતી. જે બાદ યુવાન યુવતીનો મૃતદેહ ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયો હતો.
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે “અમારી દીકરીની ભાર્ગવ પટેલ નામના યુવાન સાથે મિત્રતા હતી. તે બંને સાથે હોટલમાં ગયા હતા. જે પછી હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. યુવતીની હત્યા કરવામાં આવી છે.” પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ પડતું લોહી વહી જવાના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

