વલસાડ: ગતરોજ વલસાડ RPF ગ્રાઉન્ડ ની સામે રેલવે યાર્ડ તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બાદમાં સાંસદના કહેવા પર રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો.
RPF ગ્રાઉન્ડની સામે રેલવે યાર્ડ તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાતાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતા તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવા માટે રેલવેના જી.એમ.,ડી.આર.એમ.સહિતના અધિકારીઓને રજૂઆત કરતા 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી. ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ દેતા આ માર્ગ પર પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢ થી બે કિલોમીટરનો વિસ્તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી.
આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથેજ ગણત્રીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી ત્યારે માર્ગ ખુલ્લો કરાવી દેતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

