ડેડીયાપાડા: નાની ભૂલને કારણે ગુજરાત જ નહિ દેશભરમાં આગ લાગવાની ઘટનાઓ વિકરાળ બની જાય છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં નિવાલદા પ્રાથમિક શાળાની બાજુમાં નાયરા પેટ્રોલ પંપનું મેન્ટેનન્સનું કામ ચાલુ પેટ્રોલ પંપમાં કરી રહ્યા હોય એ ઘટના અમારા પત્રકારના કેમેરામાં સામે આવી છે.

એક તરફ પેટ્રોલ વેચાણ કરી રહ્યા છે જ્યાં પેટ્રોલ પુરાવા માટે લોકો લાઈન પર ઊભા છે અને પેટ્રોલ પંપ ચાલુ છે જ્યારે બીજી તરફ પંપનો નવો પોઇન્ટ નાખવાનું કામ ચાલુ છે. જ્યાં ગંભીર બાબત એ છે કે, આ પેટ્રોલ પંપ પર મજૂરો દ્વારા ખોદકામ, ડ્રીલ મશીન દ્વારા કોન્ક્રીટ તોડવાનું અને નવા પંપના લોખંડના પાઇપ પણ આ જ કમ્પાઉન્ડમાં વેલ્ડિંગ કરવામાં આવી રહ્યા છે. જેથી વેલ્ડિંગ કરતી વેળાએ કોઈ ન બનવાનો બનાવ બને જેની જવાબદારી કોણ લેશે કારણ કે ડીઝલ પેટ્રોલ નું વેચાણ પણ ચાલુ છે. ત્યારે ગંભીર પ્રશ્ન ઊભા થવા જઈ રહ્યા છે.

શું વહીવટી તંત્રની મોટી બેદરકારી કે પછી પેટ્રોલ પંપ માલિકોની બેદરકારી ?

થોડા સમય પહેલા રાજકોટમાં આવી જ એક મોટી દુર્ઘટના બની હતી ગેમ ઝોનની અંદર જ્યાં પણ વેલ્ડિંગનું કામ ચાલુ હતું. જ્યારે નર્મદા જિલ્લાના ગડેશ્વર રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર મેન્ટેનન્સના કારણે મોટી આગની દુર્ઘટના બની હતી. જેમાં પેટ્રોલ પંપ ના કર્મચારીઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ત્યારે અહીંયા નાયરા પેટ્રોલ પંપ સ્થિત છે જેની પાછળ રેસીડેન્સી આવેલી છે અને બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે. કમ નસીબ આજે શનિવારનો દિવસ છે. અને વિદ્યાર્થી સવારેથી 11:00 વાગ્યા સુધી છૂટી પણ ગયા છે ત્યારે આ દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે, જે દ્રશ્યો એક વાગ્યાથી બે વાગ્યાનો સમયગાળો છે. આ પેટ્રોલ પંપ પર ધૂમ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે અને સાથે સાથે મેન્ટેનન્સ વેલ્ડીંગનું કામ પણ થઈ રહ્યું છે ત્યારે કોણે પરમિશન આપી હશે એ ખૂબ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે આ મેન્ટેનન્સનું કામ સાથે પેટ્રોલ ડીઝલનો ટેન્કર પણ આ જ કમ્પાઉન્ડમાં ઊભો છે અને વેચાણ ચાલુ છે તો પેટ્રોલ ડીઝલની ટાંકીમાં કેટલો જથ્થો હશે એ તો સ્ટોક જોયા પછી જ ખબર પડશે, પણ આ એક મોટી દુર્ઘટના થાય એવું લાગી રહ્યું છે તો આ તમામ વાત તપાસની છે આ કામ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એ તો વહીવટી તંત્ર નક્કી કરશે પરંતુ અમારી સામે જ દ્રશ્યો આવ્યા છે એ દ્રશ્ય બતાવવાના પ્રયત્નો કર્યા છે.