કપરાડા: આદિવાસી વિસ્તારોમાં જે મસ મોટી ડેરીઓના બાંધકામ થઇ રહ્યા છે ત્યારે કપરાડા તાલુકાના નળીમધની ગામમાં નવી બનેલ દૂધ ડેરીના મકાનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું ડેરી સભાસદોએ આક્ષેપો લગાવ્યા હતા. બીજા ગામની ડેરીઓમાં પણ આ કાંડ નથીને ? તપાસનો વિષય છે.
Decision news ને મળેલી માહિતી મુજબ કપરાડા મહિલા સંચાલિત નળીમધની દૂધ ઉત્પાદક સહકારી મંડળી વર્ષ 2005 માં સ્થાપના થઇ. જેમાં 100 સભાસદો છે. નવા ડેરીનું મકાનના બાંધકામ માટે રૂ 95,00000/- લાખનું ટેન્ડર બહાર પાડવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને આલીપોરના અધિકારી મહેન્દ્રભાઈએ મિટિંગમાં 95 લાખમાં ડેરી બનાવી આપે એવા કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપવાનું નક્કી કર્યું અને આમ ડેરીના નવા મકાનનું બાંધકામના કામકાજ માટે વર્ષ 2022-23 માં પાસ કરી મકાનની કામગીરી શરૂ કરી હતી. જે મકાન પૂર્ણ થતા અહેવાલમાં ખર્ચ પેટે રૂપિયા 2.42,15831 બે કરોડ બેતાલીસ લાખ પંદર હજાર આઠસો એકત્રીસ સુધી પહોંચી ગયો હતો.
જેને લઈને હિસાબ રજૂ કરવા મંડળીના પ્રમુખ મંત્રી પારુબેન રાઉત અને પુષ્પાબેન ગાયકવાડ દ્વારા 23 મી ઓગષ્ટ ના રોજ એક મિટિંગ આયોજન કરાયું હતું જેમાં નવા બાંધકામ નો ખર્ચ લગભગ અઢી ગણો વધેલો જોવા મળતા મંડળી બાંધકામ સમિતિ તથા સભાસદો આશ્ચર્યમાં મુકાઈ ગયા કેમ કે મંડળીના બાંધકામનું ટેન્ડર 95 લાખમાં મંજૂર થયું હતું. સભાસદોને વિશ્વાસમા લીધા વિના આટલો ખર્ચ કેમ કરવામાં આવ્યો એમ સવાલો મીટીંગમાં સભાસદો દ્વારા પુછાતા મીટીંગમાં હોભાળો ઉભો થયો અને પ્રમુખ મંત્રી બેઠક છોડી જતા રહ્યા હતા. 100 જેટલા સભાસદો દ્વારા દૂધ મંડળીના મંત્રી પુષ્પાબેન અને વસુધારા ડેરીના અધિકારી મહેન્દ્રભાઈ હિસાબનીસ રમણભાઈ અને કોન્ટ્રાક્ટર દ્વારા મિલીભગતમાં હિસાબી રક્મમાં ખોટા બીલો-હિસાબો બતાવ્યા હોવાની શંકા ઉભી જેને લઈને તપાસ થાય એવી માંગ જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ વલસાડને કરાઈ છે.