ધરમપુર: આદિવાસી સમાજમાં પણ હવે દાતાઓ સમાજના વંચિત લોકોની મદદને લઈને પહેલ કરી રહ્યા છે જે ખુબ જ સારી બાબત છે ત્યારે આજરોજ ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામની એક આદિવાસી માતા અને નાની બાળકીની એક દાતાએ આર્થિક મદદ પોહ્ચાડવાની પહેલ કરી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ નાનીઢોલ ડુંગરી ગામની એક દીકરી સાથે અન્યાય થયેલ હોય જેણે એક નાની બાળકીને જન્મ આપેલ અને એ બાળકી અઢી મહિનાની થઈ ગયેલ હોય પરંતુ માતાએ બાળકને ધાવણ ધવડાવવામાં અસમર્થ હોય જેથી બાળકીને દૂધ પાવડરનુ જ દૂધ આપવાનું હોય જે બાબતની જાણ આપણા આદિવાસી સમાજના એક ઉચ્ચ હોદ્દા પર બેસેલ અધિકારી શ્રી નૈશધ પટેલ સાહેબને થતાં એમણે એ બાળકીના દૂધ પાવડર માટે 10,000/- હજાર રૂપિયાની રોકડ મદદ કરી હતી.
દાતાએ મોકલેલ રોકડ રકમ ધરમપુર તાલુકાના ભેંસદરા ગામના સમાજિક આગેવાન ટીકુભાઈ સાથે આપવામાં આવી હતી. આવી મદદ આ નવજાત આદિવાસી બાળકીને આવનારા દિવસોમાં પણ જરૂર પડશે ત્યારે પણ કોઈ દાતા સામે આવશે એવી મને ખાતરી છે- ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ