મહેસાણા: મહેસાણાના નંદાસણ નજીકની ગણેશપુરા નર્સિંગ-BCA કોલેજમાં છેલ્લા ઘણા વખતથી હોસ્ટેલમાં હલકી ગુણવત્તાવાળું ભોજન અને કીડાઓ, વાળવાળું ભોજન પ્લાસ્ટિક આપી, આદિવાસી વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રોફેસર તથા સંચાલકો દ્વારા વારંવાર છપરી, જંગલી જેવા શબ્દોથી સંબોધી અપમાનિત કરતાં હોવાનું બહાર આવ્યું છે.
Decision News ને મળેલી વિગતો મુજબ જિલ્લાના નંદાસણ નજીક આવેલા ગણેશપુરા ખાતેની નર્સિંગ- BCA કોલેજમાં વિદ્યાર્થીઓએ ગુણવત્તાયુક્ત ભોજન નહીં મળતાં અને કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓને છપરી, જંગલી શબ્દોથી સંબોધિત કરતાં આ બાબતે અનેક વખતે રજુવાતો કરતાં આનું નિરાકરણ ન આવતાં 400થી વધુ વિદ્યાર્થીઓ આજે આખરે હડતાલ પર ઉતરી ઉતર્યા છે.
આદિવાસી વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમને છપરી, જંગલી જેવા શબ્દોથી બોલાવવામાં આવે છે. અને આ ઓછું હોય તેમ આદિવાસીઓ 50 રૂપિયાથી વધુ નાસ્તો લઈ શકે નહીં અને વધે તો ડબ્બામાં ભરીને લઈ જાય છે. જંગલી લોકો ખાવાનું સમજે તેમ કરી વારંવાર અપમાની કરવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ- અનુસુચિચ જાતિના વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ પણ શાળા સંચાલકો સીધા જ પોતાના બેંક ખાતામાં જમા લઈ લે છે, અને જો સ્કોલરશીપ ન મળી હોય તો પરીક્ષામાં નહીં બેસવાની વારંવાર ધમકીઓ આપે છે. પહેલા ફી ભરો નહી તો હોલ ટિકિટ નહીં મળે તેમ કરી વારંવાર ધમકીઓ, વારંવાર હેરાન કરવામાં આવે છે. આ મુદ્દે કોલેજ સત્તાવાળાઓને અને ટ્રસ્ટી મંડળોને વારંવાર રજૂઆત કરાઈ છતાં નિરાકરણ ન આવતા કોલેજ સત્તામંડળ વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યા અને વિદ્યાર્થીઓ ચીમકી આપી છે કે જો કોલેજ સંચાલકો માગણી પૂરી નહીં કરે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે આંદોલન કરશું.

