નેત્રંગ: આજરોજ નેત્રંગમાં SRF ફાઉન્ડેશન દ્વારા આંગણવાડી વિકાસ કાર્યક્રમ દ્વારા આંગણવાડી કાર્યકરો સાથે ક્લસ્ટર સ્તરની ક્ષમતા નિર્માણ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા વિભાગ 1 અને 2 ભાગમાં કરવામાં આવી હતી જેમાં આંગણવાડીની કામગીરી અને મહત્વ અંગે ચર્ચા કર્યા બાદ તેમની પાસેથી વિચારોની આપ-લે કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યશાળામાં આંગણવાડીમાં આપવામાં આવતા સાધનોનો ઉપયોગ, બાળકોની સ્વચ્છતા,બાળકોનું આરોગ્ય ,જોડકણા નું સંચાલન, આઉટ ડોર- ઈનડોર રમત, બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, આયોજન કેવી રીતે કરવું, બાળકો સાથે કેવી રીતે ક્રિયા અને પ્રતિક્રિયા આપવી, આંગણવાડીના સમયપત્રક વિશે વાત કરી, મોડુયલનો ઉપયોગ સારી રીતે થઈ સકે એની ચર્ચા, બાળકો સાથે કાર્યકર્તાઓનું વર્તન, શિક્ષણનું મહત્વ, વાલીઓ સાથે વાર્તાલાપ અંગેની વર્ગમાં ચર્ચા આંગણવાડી કાર્યકર બહેનો અને ADP ફિલ્ડ ઓફિસર પ્રદિપ વસાવાએ સાથે મળીને કરી હતી.
આંગણવાડી મોડ્યુલ દ્વારા વર્ગખંડમાં શિક્ષણમાં કવિતા, બાળગીતો અને પ્રદર્શન ગીતો સહિત આંગણવાડી મોડ્યુલ દ્વારા વિચારોના સમાવેશ કરવામાં આવ્યો હતો. અને પછી બાળકો સાથે વર્ગમાં મોડયુલનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર સમજાવ્યું હતું. સમૂહ ચર્ચા યોજવામાં આવી હતી અને વિવિધ સમયપત્રક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વર્ગમાં રમી શકાય તેવી કોઈપણ વર્તુળ સમયની રમતનું મહત્વ, નિયમો, વ્યવસ્થાપન વગેરેની વહેંચણી કરવામાં આવી હતી. મોડ્યુલ આંગણવાડી કાર્યકરને આપવામાં આવ્યું હતું અને વ્યવહારુ અનુભવ માટે તેમની સાથે વર્તુળ સમયની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.