ઉમરપાડા: સમગ્ર ભારત અને ગુજરાતમાં ગતરોજ ઉમરપાડાના સરકારી કોલેજ ખાતે માનનીય વડાપ્રધાનના જન્મદિવસની વિવિધ કાર્યક્રમો યોજી તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી જ્યારે ઉમરપાડાના સરકારી કોલેજ ખાતે તેમના જન્મદિવાસ નિમિત્તે 75 મો વન મહોત્સવ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા હાજર રહ્યા હતા
Decision News ને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓને સંબંધતા ગણપતભાઈ વસાવા ભાઈ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું જતન એ આપણા જીવનનો અગત્યનો ભાગ છે અને તેના વગર ચાલી શકે એવું નથી વધુ તેઓએ ખાતરી આપી હતી છે શિક્ષકો અને શિક્ષણને લઈને કોઈ પણ સમસ્યા હોય તો તે સમસ્યાનો સમાધાન લાવવા હું તત્પર છું આ સમગ્ર કાર્યક્રમમાં આર.એફ.ઓ ઉમરપાડા વડપાડા રેન્જના ઓફિસર તેમજ માંગરોળના અન્ય કાર્યકર્તાઓ પણ અહીં હાજરી આપી હતી
આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી સુરેશભાઈ માંગુલે મહેમાનોને સંબોધતા કહ્યું હતું કે આ કોલેજમાં રાષ્ટ્રકક્ષાનો શિક્ષણ આપી આ કોલેજે NAAC માટે SSR સબમીટ કરેલ છે વધુ તેઓએ જણાવ્યું કે કોલેજ શિક્ષણ લઈ જવા કટિબંધ છે