ગરુડેશ્વર: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવે છે, પરંતુ કેટલીક વાર અધિકારીઓની આળસ કરવાની નીતિના કારણે ગ્રામીણ વિસ્તારનો વિકાસ થતો નથી અને સરકારી ચોપડે તમામ ગ્રાન્ટ ગ્રામીણ વિસ્તારના વિકાસમાં પૂર્ણ થયેલી બતાવવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા ઉજવલા યોજના અંતર્ગત ગુજરાતના તમામ ગ્રામીણ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો લગાડવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા આવી છે. પરંતુ ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના ભુમલિયા ગામમાં લાઇટ મંજૂર થયાને ૫ મહિના થઈ ગયા છતાં, હજુ સુધી લાઈટ લગાવવામાં આવી નથી. જેથી ગ્રામ જનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ બાબતે ભુમલિયા ગામના જાગૃત નાગરિક અને નર્મદા જિલ્લા કૉંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ વિનોદ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, અમારું ગામ વિશ્વની સૌથી મોટી પ્રતિમા ધરાવતા કેવડિયા કોલોની (એકતા નગર) થી ૧ કિલો મીટર દૂર છે. જ્યાં એક તરફ કરોડો રૂપિયા ખર્ચ કરી પ્રવાસીઓને આકર્ષવા માટે લાઈટિંગ લગાવવામાં આવી છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી નજીકનું ભૂમલિયા ગામમાં આજે પણ રસ્તા પર તંત્રના પાપે ગામોમાં અંધારપટ છવાયેલા જોવા મળે છે.

વધુમાં જણાવ્યું કે, ભુમલિયા ગામ જંગલ વિસ્તાર નજીક હોઈ અને આ વિસ્તારમાં રાત્રે દિપડાનો આતંક ખૂબ જ વધી ગયો છે, આ વિસ્તારમાં અનેક વાર જોવા મળ્યા છે, અને થોડા દિવસો થી સોશિયલ મીડિયામાં ગામડાઓમાં ચોરો આવતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેથી ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઈટ લગાવવામાં નહિ આવે અને અમારા ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે, જેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓ અને સ્ટ્રીટ લાઈટ લગાવતી એજન્સીની રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here