દક્ષિણ ગુજરાત: આજરોજ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આવો જોઈએ કયા કયા જિલ્લામાં વિસ્તારમાં કેટલાં પ્રમાણમાં વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે. નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડના અંતરિયાળ ગામડાઓમાં ઝરમર વરસાદ વરસી કયા ધોધમાર પણ વર્ષી શકે છે.

ગુજરાતમાં 207 પૈકી 118 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના નવ ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી જળાશયોથી નીચાણ વાળા વિસ્તારોના લોકોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે લોકો ચિંતામાં મુકાયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here