છોટાઉદેપુર: થોડા દિવસ પહેલાં છોટાઉદેપુરના ખોખરીવેરી ગામ પાસેથી યુવકના મૃતદેહ, મળવાના કેસમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. છોટાઉદેપુરના ખોખરીવેરી ગામ પાસેથી યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકવાનારો ખુલાસો થયો છે.
મૃતદેહ મળવાની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળેથી પહોંચીને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. યુવકની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. મૃતક યુવકનું નામ સુખરામ રાઠવા હોવાનું સામે આવ્યું હતું, અને મૃતક ક્વાંટના રોડધા ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. યુવકના મોત અંગે મૃતકના પરિજનોએ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરાવો કરીને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોવાનું મૃતદેહ પરથી લાગી રહ્યું હતું. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધીને યુવકની હત્યા કરનારા અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ આરંભી છે. પરિવારજનોએ ન્યાય અપાવવા પોલીસને અપીલ કરી છે.

