નર્મદા: હાલમાં નર્મદા જિલ્લામાં ગોવલાવાડી ગામમાં આવેલી પ્રાથમિક શાળા સેવાભાવી સુરતમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા યુવાનો દ્વારા 80 વિદ્યાર્થીઓના શિક્ષણના બહેતર ભવિષ્ય માટે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના પ્રાથમિક શાળા ગોલાવાડી તેમજ પ્રાથમિક શાળા રોજગારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સુરત હીરા ઉદ્યોગમાં કામ કરતા યુવાનો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બોલાવારી ગામના હીર ઉદ્યોગમાં કામ કરતા અરવિંદભાઈ તેમજ સુરતના રહેવાસી એવા દિનેશભાઈ દ્વારા શાળામાં અભ્યાસ કરતા 80 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક તેમજ અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગામના વડીલો તેમજ અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. શાળાના આચાર્યના જણાવ્યા પ્રમાણે શાળામાં આ પ્રકારનો કાર્યક્રમ પહેલી વખત યોજાયો હતો તેમજ તેઓએ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો ભારતની ભાવિ પેઢી માટે જરૂરી છે.