ગરુડેશ્વર: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગરુડેશ્વર એકતા નગર (કેવડિયા કોલોની )ખાતે દેશભરમાં 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનો અનુસંધાને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગરુડેશ્વર ખાતે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ ઉજવવામાં આવ્યું.

તેમાં કોલેજના આચાર્યશ્રી ડોક્ટર તરુલતાબેન ચૌધરી એ પ્રારંભિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને હિન્દી ભાષા ઉદ્ભવ અને વિકાસ વિશે માહિતી આપી અને હિન્દી અઘ્યાપક ડોક્ટર ધર્મેન્દ્ર વસાવા એ 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ કેમ ઉજવવામાં આવે છે તે વિદ્યાર્થીઓની માહિતીગાર કર્યા અને વકૃત્વ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું તેમાં ” વર્તમાન સમય માં હિંદી ભાષાનું મહત્ત્વ” વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં એફ.વાય.બી.એ. અને બી.કોમના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર અર્થે વિદ્યાર્થીઓએ અંતમાં પ્રતિજ્ઞા પણ લીધી હતી. કોલેજનાં પ્રા દિક્ષિતભાઈ, પ્રા.પ્રફુલભાઈ, પ્રા.સીમાબેન, પ્રા.કિંજલબેન આધ્યાપક મિત્રો સાથે મળીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.