સેલવાસ: ગતરોજ સેલવાસની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, રખોલી (ગુજરાતી માધ્યમ)માં હિન્દી દિવસની હિન્દી કવિતાઓ, ભાષણો, ગીતો, સૂત્રોચ્ચાર અને અન્ય પ્રસ્તુતિઓ કરી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમની શરૂઆત આચાર્ય અદિતિબેન પટેલ તથા હિંદી શિક્ષક જ્યેદ્ર સિંહ, ઉર્વશી બેન, હરેશભાઇ તથા બીજા શિક્ષક મિત્રો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં કરવામાં આવી હતી.ત્યાર બાદ આચાર્ય શ્રીમતી ઉર્વશીબહેને કહ્યું હતું કે આપણે હિન્દીનું સન્માન કરવું જોઈએ. રોજબરોજના ઉપયોગમાં હિંદીનો ઉપયોગ કરવો જોઈએ. ઉર્વશીબેને હિન્દી કવિતાની સુંદર રજૂઆત કરી હતી.
14 સપ્ટેમ્બર 1949 ના રોજ હિન્દી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી એ પણ જણાવ્યું હતું. અને પછી NSS સ્વયંસેવકો અને તમામ સહભાગીઓએ હિન્દી કવિતાઓ, ભાષણો, ગીતો, સૂત્રોચ્ચાર અને અન્ય ઘણી આકર્ષક અને સુંદર પ્રસ્તુતિઓ આપીને હિન્દી દિવસની ઉજવણી કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ક્રિષ્નાલીબેન ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.