વાંસદા: ગતરોજ વાંસદા લાકડબારી ગામમાં વાંસદા તાલુકા કુકણા સમાજ પ્રથમ T-20 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરેલ હતું. સમગ્ર વાંસદા તાલુકા કુકણા સમાજ પ્રથમ T-20 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ લાકડબારી ગામ ડુંગળી ફળિયા ઉપર આયોજન કરવામાં આવેલ હતું
આ ટુર્નામેન્ટ માં મુખ્ય મહેમાન તરીકે પધારેલા નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલા, નવસારી જિલ્લા સહસંયોજક મોહનભાઈ ચૌધરી, ઉદ્ઘાટન તરીકે ડાંગી હોટલના માલિક ભુપેન્દ્ર પટેલ તથા અતિથિ મહેમાન તરીકે વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષા નેતા બીપીન માહલા, માજી ઇન્કમટેક્સ અધિકારી રવુંભાઈ, ગામના માજી સરપંચ શ્રી સંજયભાઈ જાદવ પધાર્યા હતા
બીપીન માહલા કહ્યું કે જીવનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વની છે આપણે દરેક ગામડે ગામડે ક્રિકેટ ટુર્નામેન્ટ રાખી દઈએ જેથી સહભાગી બનીને કોઈ દિવસ આપણામાંથી મોટો ખિલાડી બનશે સાથે આપણે ભણેલા ઘણા બધા છે ક્રિકેટ ટુર્નામેન્ટ રાખે છે તેવી જ રીતે રોજગાર મેળો પણ આપણે સાથે મળીને યુવાનો વડીલો ભાઈઓ એ રોજગાર મેળાનું પણ આયોજન કરવું જોઈએ જેથી આપણે ભાઈઓ બહેનોને નોકરી ની તક મળે અમારા લાઈક કંઈ પણ કામ હોય તો અમને જણાવશો જી. ભુપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે સમાજમાં ખેલ દિલ રાખવી જોઈએ કોઈ હારી જાય કે કોઈ જીતી જાય તો મંદ ભેદ ન હોવો જોઈએ અને કંઈ પણ ભૂલ થાય તો પ્રેમથી વાત કરી સમજૂતી કરવી જોઈએ અને આપણા સમાજ માટે ઉપર આવવા માટે શિક્ષણની ખૂબ જરૂર છે એટલે મારા લાયક કંઈ પણ કામ હોય તો મને જણાવશો હું તમને દિલથી મદદ કરીશ.
અંબાબેને કહ્યું કે આજે આપણે દરેક યુવાનો કે દરેક લોકો મોબાઇલમાં ખૂબ લાગી ગયા છે એટલે મોબાઇલ છોડીને પણ આ ક્રિકેટ રમશો તો શરીરને પણ તંદુરસ્તી મળશે અને ઉત્સાહ પણ રહેશે રમત રમવી પણ બહુ સારું છે આજે બધા ભૂલી ગયા છે રમત રમવાનું એટલે તમે રમત રમો આગળ વધો જેથી કરીને આપણા સમાજનું નામ આગળ વધશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર મનોજભાઈ, હિમાંશુભાઈ, ભાર્ગવ ભાઈ, જયેશભાઈ આ ટીમ વાળા એ આયોજન કરેલ હતું. સતીમાળ ગામના સરપંચ શ્રી નાનુભાઈ માહલા માજી સરપંચ શ્રી શિવલુભાઈ ગાવિત, ચંદુભાઈ, નરસિંહભાઈ, રમેશભાઈ તથા અન્ય આગેવાનો પધાર્યા હતા.