સેલવાસ: ગ્રામ અર્થતંત્ર સુધારવાની લાઈમાં લોકો ગામડાંને ખતમ કરતી કંપનીના વિકાસના સમર્થન આપી રહ્યા છે ત્યારે ગતરોજ સેલવાસના સાયલી ભોયાપાડા ખાતે કુદરતી ઝરણામાં આલોક કંપની દ્વારા ગંદુ પાણી છોડતાં NGT માં ફરિયાદ કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે દાનહના સાયલીના ભોયા પાડા ખાતે રહેતા હરેશ સોમજી ધાપસાએ કલેકટર અને NGTમાં આલોક કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આલોક કંપની દ્વારા ગંદુ પાણી ખુલા કુદરતી ઝરણાંમાં છોડવામાં આવતા ખેતીને નુકસાન થઈ રહ્યું છે. વધુમાં ગાય, ભેંસ, બળદ, બકરી જેવા પાલતુ પ્રાણીઓના જીવને પણ જોખમ ઉભું થયું છે. આલોક કંપની દ્વારા ગંદુ પાણી છોડવામાં આવતા ખરાબ વાસ આવી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે.
વધુમાં આસપાસના રહીશોને ગંદુ પાણીને કારણે ખૂબ જ પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે સાયલી ભોયા પાડા ખાતે રહેતા હરેશ સોમજી ધાપસાએ દાનહ કલેકટર અને NGT(નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ)માં ફરિયાદ નોંધાવી હતી.
હવે જોવું એ રહ્યું કે દાનહ કલેકટર અને NGT દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે એ જોવું રહ્યું.