વાંસદા: નવસારી વાંસદા તાલુકો બહુલક આદિવાસી વિસ્તાર ધરાવે છે ત્યારે અલગ અલગ રમતોમાં અને સંગીત સ્પર્ધાઓમાં આદિવાસી યુવાધન પોતાની પ્રતિભા બતાવી આદિવાસી સમાજનું નામ ગુજતું કરતા હોય છે ત્યારે વધુ એક આદિવાસી યુવાને ખો-ખોની રમતમાં ૩ સિલ્વર મેડલ મેળવવાની સિદ્ધિ હાસંલ કરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના કેલીયા ડેમ ગામના આદિવાસી યુવાન ખો-ખો પ્લેયર ચેતનભાઈ ભગરિયાએ ગુજરાત રાજ્યના નડિયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ ચેમ્પીયનશીપમાં 3 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. ચેતનભાઈ ભગરિયાએ રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ ચેમ્પીયનશીપમાં 200 મી.400 મી.અને લાંબીકુદમાં સિલ્વર મેડલ મેળવ્યા છે.
અને શ્રી એલ આર કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડના વિદ્યાર્થી છે. આ સિધ્ધિ બદલ કોચ એફ.બી.ર્મિઝા અને ગામના ચાહકોની સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજના લોકો તેમને શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે. હવે પછી આવનાર દિવસોમાં ચેતનભાઈ રાષ્ટ્રીય કક્ષાની રમત માટે તૈયારી કરી રહ્યા છે.